સુરત જિલ્લાના 538 બુટલેગરોની યાદી જાહેર થતાં રાજકીય તોફાન.
કોંગ્રેસની પડકારજનક રજૂઆત સામે ગૃહ મંત્રાલયની કડક કાર્યવાહીનો દાવો સુરતગુજરાતમાં નશાબંધીના કાયદા અમલ અંગે વર્ષો જૂની ચર્ચા ફરી એક વાર રાજકીય ગરમાવો સર્જી રહી છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે “રાજ્યમાં ક્યાંય પણ કોઈને ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ હોય તો પોલીસને માહિતી આપો, અને 24 કલાકની અંદર…