રાધનપુર નાગરિકોની પીડા : નગરપાલિકાની નિષ્ક્રિયતાથી વોર્ડ નં.૭માં ત્રાહિમામ — પ્રમુખના પોતાના વોર્ડમાં જ બેફામ બેદરકારી!
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગરપાલિકાની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી નાગરિકોમાં અસંતોષ અને અસંતુષ્ટિનો માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં બેફામ ગંદકી, ખાડા ભરેલા રસ્તા, પીવાના પાણીની અછત, તેમજ અંધકારમાં ગરકાવ થયેલી સ્ટ્રીટલાઈટ વિહોણી ગલીઓ જેવી સ્થિતિએ લોકોના જીવનને કંટાળાજનક બનાવી દીધું છે. ખાસ કરીને વોર્ડ નં.૭ — જે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશીનો પોતાનો વોર્ડ છે…