ગ્રામ પંચાયત ચૂંટણીના ખારને લઈ ખૂની રાજકારણ: પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય અને વરવાળા સરપંચ રામશીભાઈ બેરા પર જીવલેણ હુમલો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વરવાળા ગામે પંચાયત ચૂંટણી બાદ જૂની રાજકીય ખિન સાથે જોડાયેલી ખૂની રમતમાં જીવલેણ હુમલો થયો છે. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ વર્તમાન વરવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા પર છથી વધુ શખ્સોએ ધારીયા અને લાકડીથી હુમલો કરી લોહી લૂહાન કર્યાના બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. 📍 ઘટનાસ્થળ: વરવાળા થી માનતા…