યુવા પેઢી સાથે ડાક વિભાગની નવી પહેલ: ગુજરાતની પ્રથમ ‘Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસ’નું IIT ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન
ગાંધીનગર – ભારતીય ડાક વિભાગે સમયની સાથે ચાલીને યુવાઓને નજીક લાવવા અને ડિજિટલ યુગના પરિવર્તનને અપનાવવા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આઈઆઈટી ગાંધીનગરના પ્રાંગણમાં ગુજરાત રાજ્યની પ્રથમ Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવીન ઉપક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં ડાક સેવાઓ વિશે નવી રસજાગૃતિ પેદા કરવાનો તેમજ પરંપરાગત પોસ્ટ ઓફિસ મોડલને આધુનિક…