અચાનક વળી આવ્યો મોસમ: રાજ્યમાં ફરી ધમધોકાર વરસાદની ચેતવણી, પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાનો સૂચન
મહારાષ્ટ્ર રાજ્યમાં મોસમનો ચમત્કારિક પલટો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રિ પછી અને દિવાળીના આસપાસ વરસાદને વિદાય મળતી હોય છે, પરંતુ આ વર્ષે કુદરતે માનવની ગણતરીઓને પડકાર આપ્યો છે. નવરાત્રિથી શરૂ થયેલી વરસાદી ઝાપટાંની શ્રેણી દિવાળી સુધી લંબાઈ ગઈ અને હવે લાભપાંચમ પૂરી થઈ ગઈ હોવા છતાં આકાશમાં વાદળો હજુ પણ તાણ ખાઈ રહ્યા…