સરદાર સાહેબની એકતાની પ્રેરણા હેઠળ જામનગરમાં “રન ફોર યુનિટી–૨૦૨૫”નું ભવ્ય આયોજન : ૩૧ ઑક્ટોબરે રણમલ તળાવથી રણજીતનગર સુધી એકતાની દોડ, હજારો લોકો જોડાશે દેશપ્રેમની ઉજવણીમાં
ભારતના લોહપુરુષ, રાષ્ટ્રીય એકતાના શિલ્પી અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૩૧ ઑક્ટોબરે સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તેમની ૧૫૦મી જન્મજયંતિ અવસર ખાસ હોવાથી દેશભરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતના જામનગર જિલ્લામાં પણ આ અવસરને યાદગાર બનાવવા માટે “રન ફોર…