રાજકોટમાં વિકાસનો મહોત્સવ: ૨૨ નવેમ્બરે મુખ્યમંત્રીનાં હસ્તે રૂ. ૫૪૭ કરોડના મેટ્રો–સિટી લેવલ વિકાસકાર્યોનું લોકાર્પણ–ખાતમુહૂર્ત; ૭૦૯ આવાસનો ડ્રો અને ‘યશોગાથા’ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ થશે વિશેષ સમારંભમાં
રાજકોટ શહેર આવનારા ૨૨ નવેમ્બરે એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. શહેરના સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના સહિયારા પ્રયત્નોનું પરિપૂર્ણ સ્વરૂપ રૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૫૪૭ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સાથે જ રાજકોટના શહેરી વિકાસની…