રાધનપુર નગર પાલિકામાં ઉથલપાથલ : ઉપપ્રમુખે પ્રમુખ વિરુદ્ધ લેખિત રજૂઆત કરતાં ચકચાર, શહેરના વહીવટી તંત્ર પર ઉઠ્યા ગંભીર સવાલો
રાધનપુર નગર પાલિકામાં આંતરિક વિવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નગર પાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર દ્વારા પોતાના જ પ્રમુખ અને ચીફ ઓફિસર સામે લેખિત રજૂઆત કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. ઉપપ્રમુખના પોતાના વિસ્તારમાં ગટર અને માર્ગ સફાઈની સ્થિતિ નાબૂદ હોવાથી તેમણે પોતાને મળતા અધિકારનો ઉપયોગ કરીને લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. ઉપપ્રમુખે સ્પષ્ટ રીતે આક્ષેપ…