૨૦૨૬માં મહારાષ્ટ્રમાં રોડ વિકાસનો મહાવિસ્ફોટ: ૧.૫ લાખ કરોડના પ્રોજેક્ટ મંજૂર, મુંબઈ-પુણે વચ્ચે દોઢ કલાકમાં મુસાફરી શક્ય બનશે – નીતિન ગડકરી.
દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર માટે ૨૦૨૬નું વર્ષ ઐતિહાસિક બનશે એવો દાવો કર્યો છે. શનિવારે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે આવનારા ૨૦૨૬ના વર્ષમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ ૧.૫ લાખ કરોડ રૂપિયાનાં રોડ અને એક્સપ્રેસવે સંબંધિત કામોને મંજૂરી આપવામાં આવી છે, અને આ તમામ…