જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 6.88 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી — 13.40 કરોડની જમીન વેચાણ આવકથી નગર વિકાસને નવો વેગ
જામનગર, તા. ૧૧ નવેમ્બર :જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક આજે બપોરે યોજાઈ હતી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાનારા વિકાસ કાર્યોને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કુલ રૂપિયા 6 કરોડ 88 લાખના વિવિધ વિકાસ કાર્યોને મંજુરી આપવામાં આવી છે. સાથે જ પાલિકાની માલિકીની 2121 ચોરસ મીટર જમીનના વેચાણથી અંદાજિત રૂપિયા 13…