જામનગરમાં ઔદ્યોગિક વિકાસને મોટો વેગ: ૯ કંપનીઓ દ્વારા રૂ. ૫૭૧૬ કરોડના એમઓયુ સંપન્ન, ૨,૦૦૦થી વધુ નાગરિકોને રોજગારીનો માર્ગ ખુલશે.
જામનગર, તા. —જામનગર જિલ્લાને ઔદ્યોગિક અને આર્થિક વિકાસના નવા શિખરે લઈ જતું મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. વી.જી.આર.સી. (Vibrant Gujarat Regional Conclave) ની શૃંખલા અંતર્ગત જામનગર ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન કુલ ૯ પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા રૂ. ૫૭૧૬ કરોડની મૂડીનિવેશ સાથેના એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ એમઓયુના અમલથી પાવર, ઓઈલ-ગેસ, રિન્યુએબલ…