રિયલ્ટી સેક્ટરમાં તેજી વચ્ચે બજારમાં સંયમિત શરૂઆત: સેન્સેક્સ 100 પોઈન્ટ અને નિફ્ટી 20 પોઈન્ટ વધ્યા; ઓઇલ-ગેસ તથા પ્રાઇવેટ બેંકના શેરોમાં નરમાશ
મુંબઈ, આજના ટ્રેડિંગ દિવસની શરૂઆત ભારતીય મૂડીબજારે સંયમિત તેજી સાથે કરી હતી. વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેતો, અમેરિકન બોન્ડ યિલ્ડની નરમાશ અને તેલની કિંમતોમાં મર્યાદિત ઘટાડાને વચ્ચે આજે ભારતીય શેરબજારે સકારાત્મક નોટ પર પ્રારંભ કર્યો હતો. બીએસઈ સેન્સેક્સ 100 પોઈન્ટના વધારો સાથે 85,630ની સપાટીએ ટ્રેડિંગ શરૂ કર્યું, જ્યારે એનએસઈ નિફ્ટી 20 પોઈન્ટ વધી 26,230ના સ્તરને સ્પર્શી…