જેતપુર નગરપાલિકાના સરદાર ગાર્ડન નાસ્તા ગૃહના ભાડા કરારને રીન્યુ કરવાની તૈયારીથી ભાજપમાં જોરદાર વિવાદ
જેતપુર શહેરમાં નગરપાલિકાના કાર્યકાજ અને નીતિ-નિવૃતિઓને લઈને વારંવાર વિવાદ સર્જાતો રહ્યો છે. હવે તાજા બનાવમાં સરદાર ગાર્ડનમાં આવેલ નગરપાલિકાની રોડ બાજુની 942 ચોરસ ફૂટની પ્રાઈમ જગ્યા પાંચ વર્ષ પહેલા માત્ર 700 રૂપિયાના માસિક ભાડે આપવામાં આવેલી હતી, અને હાલ તે ભાડાનો કરાર રીન્યુ કરવાની પ્રક્રિયા શરૂ થતાં પુરા નગરપાલિકા બોર્ડમાં ભારે રોષ અને વિવાદ ઊભો…