રાજકોટ–જૂનાગઢના 47 ગામોને મળશે રવિ પાક માટે જીવનદાયી પાણી: સૌરાષ્ટ્રની સૌથી મોટી ભાદર કેનાલમાં પાણી છોડાયું.
રાજકોટ/જૂનાગઢ, તા. —સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના કુલ 47 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ભાદર કેનાલમાં આજે રવિ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન વધુ વરસાદના કારણે મોટા પ્રમાણમાં પાકને નુકસાન ભોગવવું પડ્યું હતું, ત્યારે હવે રવિ પાક પર આશા રાખીને…