સુલતાનપુરમાં “વીસીઈ”નો ખુલ્લો ભ્રષ્ટાચાર: 100-100 રૂપિયાની ઉઘરાણીનો કાંડ, ખેડૂતોનો આક્રોશ, અચાનક જનતા રેડ પાડતાં ભાંડો ફૂટ્યો
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં છેલ્લા પંદર દિવસથી ખેડૂત સહાય ફોર્મ ભરાવવા માટે વીસીઈ (વિલેજ કમ્પ્યુટર એન્ટ્રી ઓપરેટર) દ્વારા ગેરકાયદે રીતે રૂપિયા 100-100 ની ઉઘરાણી કરવામાં આવી રહી છે—એવો ગંભીર આરોપ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખેડૂતો લાંબા સમયથી આ દબાણ સહન કરી રહ્યા હતા, પરંતુ જ્યારે દબાણ અસહ્ય બન્યું અને વીસીઈએ ખુલ્લેઆમ…