BMCની અનામત લૉટરી ખૂલી, મુંબઈના રાજકારણમાં ધરખમ ધ્રુજારી : અનેક ધુરંધર નેતાઓના ‘હોમગ્રાઉન્ડ’ બદલાયા, આવનારી ચૂંટણીમાં નવા સમીકરણો રચાવાના સંકેત
મુંબઈ :બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની આવનારી ચૂંટણી પહેલાં જ એક મોટો રાજકીય ભુકંપ આવ્યો છે. બાંદરાના બાલગંધર્વ રંગમંદિરમાં ગઈ કાલે યોજાયેલી પ્રભાગ-આધારિત અનામત લોટરી બાદ મુંબઈના અનેક ધુરંધર નેતાઓની સ્થિતિ બદલાઈ ગઈ છે. BMCના ઇતિહાસમાં સૌથી વધુ સંખ્યામાં મહિલાઓ માટે બેઠકો અનામત થવાથી ઘણા અનુભવી નગરસેવકોને પોતાના હોમગ્રાઉન્ડમાંથી ખસવું પડશે. અનેક વોર્ડો હવે અધર બૅકવર્ડ…