વોર્ડ નં. ૪ના નાગરિકોની પોકાર: ત્રણ પેઢીથી પુલ વગર જીવવું પડે છે, ૧૦ વર્ષથી મહાનગરપાલિકામાં ભળ્યા છતાં મૂળભૂત સુવિધાઓ હજુ સપના જ.
શહેરના વોર્ડ નં. ૪માં વસતા નાગરિકોની મૂળભૂત સમસ્યાઓ હવે અસહ્ય બની રહી છે. વિનાયક પાર્ક વિસ્તાર તેમજ નદીના કાંઠે આવેલા વાડી વિસ્તારમાં ત્રણ પેઢીથી પુલ ન હોવાને કારણે લોકો આજે પણ ગંભીર તકલીફો ભોગવી રહ્યા છે. બીજી તરફ, વોર્ડ નં. ૪ની નગરસીમમાં આવેલું હાથણી ગામ છેલ્લા દસ વર્ષથી મહાનગરપાલિકામાં ભળી ગયું હોવા છતાં ત્યાં આજદિન…