વાઘપૂરા ગામે શિક્ષણના વિકાસનો નવો અધ્યાય: રૂ. 1.19 કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ
પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપૂરા ગામે શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાપૂર્ણ અને આધુનિક સુવિધાઓ સાથેનું શિક્ષણ મળી રહે તે હેતુથી નિર્માણ પામેલા પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. 1.19 કરોડ (એક કરોડ ઓગણીસ લાખ રૂપિયા)ના ખર્ચે તૈયાર થયેલું આ મકાન…