જામનગરની સરકારી શાળા નં. 55 ની વિદ્યાર્થીનીઓએ “સ્વચ્છોત્સવ–2025” અંતર્ગત શપથ ગ્રહણ કરી કલેકટર કચેરીની કાર્યપ્રણાલી જાણી: શિક્ષણ, સ્વચ્છતા અને સંસ્કાર તરફ પ્રેરણાદાયક પગલું
જામનગર તા. 17 સપ્ટેમ્બર, 2025 –દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં “સેવા પર્વ”ની ઉજવણી ચાલી રહી છે. આ જ અવસર સાથે જોડાયેલ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં 17 સપ્ટેમ્બરથી “સ્વચ્છોત્સવ–2025” ની શરૂઆત થઈ છે. આ રાષ્ટ્રીય અભિયાનને ગામડાંથી શહેર સુધી પહોંચાડવા માટે શિક્ષણ સંસ્થાઓ, સરકારી વિભાગો તથા સામાજિક સંગઠનો જુદી–જુદી પહેલ…