જૂનાગઢના ગોરખનાથ મંદિરમાં થયેલી તોડફોડનો ભેદ ઉકેલાયો : મંદિરના જ પગારદાર સેવાદાર કિશોર કુકરેજા નીકળ્યો માસ્ટરમાઇન્ડ, દાનની કટકી અને ખોટી પ્રસિદ્ધિ માટે રચ્યું કાવતરું
જૂનાગઢની ધર્મનગરીમાં આવેલા ઐતિહાસિક ગોરખનાથ મહાદેવ મંદિરમાં 4 ઑક્ટોબરની રાત્રે થયેલી મૂર્તિ તોડફોડની ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોંકાવનારી સ્થિતિ સર્જી હતી. આ ઘટના માત્ર ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનારી ન રહી, પરંતુ ધાર્મિક સુમેળ અને સમાજમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન માનવામાં આવી રહ્યો હતો. શહેરમાં તણાવભર્યું વાતાવરણ સર્જાતા પોલીસ અને પ્રશાસન તાત્કાલિક સક્રિય બન્યું હતું. હવે, જૂનાગઢ પોલીસે…