બોરીવલીની વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી વધારાનો વિવાદ વકર્યો, વાલીઓના ગંભીર આક્ષેપ; ધારાસભ્ય કક્ષાએ મુદ્દો પહોંચ્યો.
બોરીવલી :મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ગણાતી વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. શાળાના ફી માળખામાં કરાયેલા અચાનક અને આડેધડ વધારાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી વાલીઓ દ્વારા આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદ રાજકીય સ્તરે પણ પહોંચી ગયો છે. વાલીઓએ બોરીવલીના ધારાસભ્ય…