ઇન્ડિગો એરલાઇનનું સંકટ ઊંડુ થયું: સતત 7મા દિવસે પણ 200થી વધુ ફ્લાઇટ રદ.
610 કરોડનું રિફંડ, 3000 મુસાફરોનો સામાન પરત; કંપનીનો દાવો— “પાયલટ પૂરતા છે, પણ બફર ઓછું” ભારતની સૌથી મોટી અને સૌથી વધુ ફ્લાઇટ ઓપરેટ કરતી ખાનગી એરલાઇન ઇન્ડિગો છેલ્લા એક અઠવાડિયાથી ભારે સંકટમાંથી પસાર થઈ રહી છે. પાયલટની અચાનક ગેરહાજરી, આંતરિક અસંતોષ, મૅનેજમેન્ટની ગેરરીતિના આક્ષેપો, સ્ટાફની અછત અને ઓપરેશનલ મુશ્કેલીઓને કારણે દેશમાં તેમજ આંતરરાષ્ટ્રીય માર્ગો પર…