જામનગર જિલ્લા હોમગાર્ડ્સનો માનવતાભર્યો પ્રયાસ: માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેફ્ટી જેકેટ અને રિફ્લેક્ટર કેમ્પ યોજાયો
જામનગર, તા. ૧૬ સપ્ટેમ્બર –શ્રદ્ધા અને ભક્તિનો મહાપર્વ નવરાત્રી નજીક આવી રહ્યો છે ત્યારે કચ્છના પ્રખ્યાત માતાના મઢ દર્શનાર્થે દર વર્ષે હજારો પદયાત્રીઓ જામનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી પગપાળા યાત્રા શરૂ કરે છે. પદયાત્રા દરમિયાન રસ્તા પર ભારે ટ્રાફિક, રાત્રિના સમયે દૃશ્યતા ઓછી થવી અને અકસ્માતોની શક્યતા વધી જતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને…