જુનાગઢમાં પદયાત્રીઓ પર બોલેરો કાર ચડતા યુવાનનું કરુણ મોત: સરકારી અધિકારીની બેદરકારી સામે ફરી ઉઠ્યાં પ્રશ્નો
જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે બનેલ એક કરુણ ઘટના સમગ્ર સમાજને હચમચાવી ગઈ છે. વંથલી તાલુકાના લુશાળા ગામના ચાર યુવાનો પદયાત્રા કરતા સતાધાર તરફ જઈ રહ્યા હતા ત્યારે ખોરાસા નજીક અકસ્માત સર્જાયો હતો. બોલેરો કારના ચાલકે બેદરકારીપૂર્વક ગાડી હંકારતા પદયાત્રીઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું જ્યારે અન્યને ગંભીર ઈજાઓ પહોંચી. પ્રાથમિક તપાસ મુજબ…