ડેરાખાડી ફળીયા પાસેનો હૃદયવિદારક કિસ્સો : માર્ગકિનારે મળી આવેલ બિનવારસી નવજાત શિશુથી માનવતા શરમાઈ, કામરેજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી — શિશુના વાલીવારસની શોધખોળ ચાલુ
સુરત જિલ્લાની કામરેજ પોલીસ હદમાં એક એવો હૃદયવિદારક કિસ્સો સામે આવ્યો છે કે જે માનવતાને શરમાવે છે. ડેરાખાડી ફળીયાની સામેથી પસાર થતા રસ્તાની બાજુએ એક તાજા જન્મેલ નવજાત શિશુ છોડી દેવામાં આવેલો મળ્યો હતો. બિનવારસી હાલતમાં કચરાપેટી જેવી જગ્યાએ આ નિર્દોષ જીવંત બાળકને જોતા જ ત્યાં હાજર લોકોના હૃદય ચીરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં…