જામનગર જિલ્લામાં કૃષિ સહાય ફોર્મ ભરણામાં ઉઘરાણું કૌભાંડ: સોયલ ગામમાં વીસી દ્વારા 100 રૂપિયા વસૂલાતના દ્રશ્યો કેમેરામાં કેદ, ખેડૂતોમાં ભારે આક્રોશ
જામનગર જિલ્લામાં ફરી એકવાર ખેડૂતોને સરકારની સહાય મેળવવાની પ્રક્રિયામાં જ સત્તાવાળાઓના દબાણ અને ઉઘરાણુંનો મુકાબલો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં પ્રકાશમાં આવેલી ઘટના અનુસાર, કૃષિ સહાય માટેના ફોર્મ—જે સરકાર પ્રમાણે સંપૂર્ણપણે મફત છે—તે ભરાવવા ખેડૂતો પાસે દર ફોર્મ દીઠ 100 રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. આ ઉઘરાણું કોઈ અન્ય નહીં પરંતુ વીસી (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેટર…