જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી શુક્રવારી બજાર કોર્પોરેશન દ્વારા બંધ.
અનિયમિતતા, ટ્રાફિક અવ્યવસ્થા અને સલામતીના મુદ્દે મહાનગરપાલિકાનો કડક નિર્ણય જામનગર શહેરના મધ્યસ્થ વિસ્તારમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાં વર્ષોથી દર શુક્રવારે ભરાતી લોકપ્રિય શુક્રવારી બજારને જામનગર મહાનગરપાલિકા દ્વારા બંધ કરાવવામાં આવતા શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. શહેરના હજારો નાગરિકો માટે ખરીદીનું મહત્વનું કેન્દ્ર બની ગયેલી આ બજારને બંધ કરવાનો નિર્ણય કોર્પોરેશને અનિયમિતતા, ટ્રાફિક સમસ્યા, જાહેર સલામતી તથા…