રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત મુલાકાત : બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવો વેગ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ ઉચ્ચસ્તરીય મુલાકાતને ભારત-રશિય વ્યૂહાત્મક સહકાર અને આગામી દાયકાની યોજનાઓને નવા વેગથી આગળ ધપાવતી ઐતિહાસિક મીટિંગ ગણવામાં આવી રહી છે. ભારત અને રશિયા બંને દેશો વચ્ચે રાષ્ટ્રપ્રમુખ સ્તરે થતી આ મુલાકાતમાં વેપારથી લઈને રક્ષા અને ઉર્જા સહકાર સુધીના અનેક મોટા મુદ્દાઓ પર નિર્ણાયક ચર્ચા થવાની…