જામનગર મહાનગરપાલિકા દ્વારા માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે લોકકલ્યાણ અભિયાનોની ભવ્ય શરૂઆત – સંસદસભ્ય પુનમબેન માડમના વરદહસ્તે યોજાયો વિશાળ કાર્યક્રમ
જામનગર મહાનગરપાલિકા હંમેશા લોકકલ્યાણ માટે અગ્રેસર રહી છે. દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે દર વર્ષે દેશભરમાં સેવા, સુશાસન અને જનકલ્યાણ આધારિત કાર્યક્રમો યોજાતા રહે છે. આ જ પરંપરાને આગળ વધારતા જામનગર મહાનગરપાલિકાએ આ વર્ષે પણ અનેકવિધ યોજનાઓ તથા અભિયાનોનો શુભારંભ કરાવ્યો. સરસ્વતી પાર્ક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામૂહિક આરોગ્ય…