ઑપરેશન સિંદૂર પર વિવાદાસ્પદ નિવેદન બાદ પૃથ્વીરાજ ચવાણ અડગ, માફી માગવાનો ઇનકાર; રાજકીય ગરમાવો તેજ.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તથા કોંગ્રેસના સિનિયર નેતા પૃથ્વીરાજ ચવાણ દ્વારા ‘ઑપરેશન સિંદૂર’ અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદન બાદ દેશની રાજનીતિમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભારતીય સશસ્ત્ર દળોની કાર્યવાહી અંગે કરેલી ટિપ્પણીને લઈને ભારતીય જનતા પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષોએ કડક વિરોધ નોંધાવ્યો છે. જોકે આ તમામ ટીકા અને દબાણ છતાં પૃથ્વીરાજ ચવાણે પોતાની વાત…