સૌરાષ્ટ્રને નવી ઉડાન આપતો વિકાસપુલ : સાત રસ્તેથી રાજ્યના મુખ્યમંત્રી કરશે સૌથી લાંબા ફ્લાયઓવરનું ભવ્ય લોકાર્પણ
સૌરાષ્ટ્રના વિકાસના ઈતિહાસમાં આવનારો સોમવાર એક નવી સિદ્ધિનો દિવસ બનીને રહેશે. જામનગર શહેરના હૃદયસ્થાન એવા સાત રસ્તા વિસ્તારમાં નિર્મિત સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર હવે સત્તાવાર રૂપે જનતા માટે ખુલ્લો મુકાશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ૨૪ તારીખ , સોમવારના રોજ કરવામાં આવશે. શહેરના વેગ, સૌરાષ્ટ્રના જોડાણ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર…