ગોંડલની મગફળી પહોંચશે અમેરિકાના બજાર સુધી — ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને નેશનલ પીનટ બોર્ડ યુ.એસ.એ. વચ્ચે ઐતિહાસિક MOU, ખેડૂતો માટે ખુલશે આંતરરાષ્ટ્રીય અવસરના નવા દ્વાર
ગોંડલ, તા. ૬ નવેમ્બર, ૨૦૨૫ –સૌરાષ્ટ્રની ધરતીને જો કોઈ એક ખેતીના ક્ષેત્રે વિશ્વપટ પર ઓળખ અપાવી હોય તો તે “મગફળી” છે. ગોંડલની ધરતી આજે પણ ગુજરાતના સૌથી મોટા મગફળી બજાર તરીકે ઓળખાય છે. હવે આ ગૌરવને વધુ ઊંચાઈએ લઈ જવા માટે ગોંડલ કૃષિ ઉત્પાદન માર્કેટિંગ યાર્ડે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. અમેરિકાની National Peanut Board…