ગાજદિનપુરાનો ગર્જન: દારૂબંધીના નામે નિષ્ક્રિય તંત્ર સામે મહિલાઓનો જનવિસ્ફોટ.
સમી તાલુકામાં ‘જનતા રેડ’નું નવા યુગનું તોફાની પ્રસ્થાન” પાટણ જિલ્લાનો સમી તાલુકો છેલ્લા ઘણા વર્ષોથી એક જ સમસ્યાથી જઝૂમી રહ્યો છે—ગેરકાયદેસર દેશી દારૂના ધંધાનો વ્યાપક ફેલાવો. સરકારની દારૂબંધીનો કાયદો હોવા છતાં ઘણા ગામોમાં દેશી દારૂના ભઠ્ઠીઓ, અડ્ડાઓ અને વેચાણ-પોઇન્ટ્સ ખુલ્લેઆમ કાર્યરત રહ્યા છે. પોલીસની કાર્યવાહી કાગળ પર સીમિત અને વાસ્તવિક મેદાનમાં અપર્યાપ્ત રહી હોય તેવા…