શહેરા તાલુકામાં વિશાળ પાયે વિજ ચેકિંગ ઓપરેશન.
૨૩ ટીમોની દોડ, ૯૫૭ જોડાણોની તપાસમાં ૯૧ કેસોમાં વિજ ચોરી પકડાઈ; રૂ. ૧૨ લાખ ૭૫ હજારનો મુદામાલ બહાર આવ્યો શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બુધવારનો દિવસ એમજીવીસીએલ (મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ) માટે કડક કાર્યવાહી અને આશ્ચર્યજનક ખુલાસાઓથી ભરેલો રહ્યો. તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં એમજીવીસીએલની કુલ ૨૩ ટીમોએ પોલીસ દળની સાથે મળીને રહેણાંક મકાનો અને દુકાનોમાં…