ખખડધજ નેશનલ હાઈવે છતાં ટોલટેક્સની લૂંટ: પાંચ વર્ષમાં ગુજરાતના વાહનચાલકો પાસેથી 8,702 કરોડ વસૂલાયા
ગુજરાત:રાજ્યમાં વિકાસના દાવાઓ વચ્ચે નેશનલ હાઈવેની વાસ્તવિક સ્થિતિ ગંભીર ચિંતા ઊભી કરી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં નેશનલ હાઈવે બિસ્માર અને ખખડધજ હાલતમાં છે, જેના કારણે રોજબરોજ મુસાફરી કરતા વાહનચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ખાડાઓથી ભરેલા રસ્તા, ઊખડેલો ડામર, વરસાદી પાણી ભરાવા અને અચાનક થતા અકસ્માતો છતાં વાહનચાલકો પાસેથી નિયમિત રીતે ટોલટેક્સ વસૂલવામાં…