ઓલટાઇમ હાઈ બાદ બજારમાં બ્રેકઃ લાલ નિશાનમાં સેન્સેક્સ બંધ.
ફાર્મા–FMCG–ફાઇનાન્સ શેરોમાં નરમાશ, ઓટો–IT સેક્ટરે સંભાળ્યું બજાર મુંબઈ : ભારતીય શેરબજારે એક દિવસ પહેલાં જ ઇતિહાસ રચ્યો હતો. સેન્સેક્સે પહેલી વાર 86,000ની ઉપર ગાબડું માર્યું અને નિફ્ટીએ પણ નવા શિખરો સર કર્યા. પરંતુ અતિઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ આજે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને તેજીનો વેગ ધીમો પડ્યો. સેન્સેક્સ 85,641 અંકે બંધ રહ્યો, જ્યારે નિફ્ટી…