વર્ષોથી અવગણાતા ગંભીરા બ્રીજનો દયનીય અંત: મહીસાગર નદીમાં પડ્યા વાહનો, અણઘટના સર્જાતા અરેરાટી
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો મહત્વપૂર્ણ ગંભીરા બ્રીજ આજે દુર્ઘટનાગ્રસ્ત બન્યો છે. વર્ષોથી જર્જરિત અવસ્થામાં રહેલો અને અંદાજે 60થી વધુ વર્ષ જૂનો બ્રિજ આખરે તૂટી પડ્યો છે, જેને કારણે અનેક વાહનો સીધા નદીમાં ખાબક્યા હોવાની દહેશતજનક માહિતી સામે આવી રહી છે. પ્રારંભિક માહિતી મુજબ નદીમાં પડેલા વાહનોમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ…