ચાણસ્મામાં આંતરરાજ્ય બેગ ચોરી ગેંગ ઝડપાઈ: બાળકનો ઉપયોગ કરીને ગુનાઓ આપતી હતી અંજામ, 6 સક્ષ ઝડપાયા
પાટણ જિલ્લાના ચાણસ્મા, રાધનપુર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક સમયથી દુકાનદાર અને ગ્રાહકોની નજર ચૂકવી ચતુરાઈથી પૈસાની બેગ ચોરી કરતી એક આંતરરાજ્ય ચોર ટોળકીનો પર્દાફાશ થયો છે. ચાણસ્મા પોલીસની ઝડપી કાર્યવાહી અને ટેકનિકલ સર્વેલન્સના સહયોગથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મૂળ રહેવાસી એવી ગેંગના છ ઈસમોને ઝડપી પાડી, 2.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે….