આયુર્વેદનું વૈશ્વિક તીર્થક્ષેત્ર: જામનગરના આઇ.ટી.આર.એ. ખાતે પ્રથમ પદવિદાન સમારોહ ભવ્યતા સાથે યોજાયો
આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવની અધ્યક્ષતામાં આયુર્વેદના અભ્યાસી વિદ્યાર્થીઓને અપાયેલી પદવી, ઇટ્રા અને બે રાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે એમ.ઓ.યુ. સાથે સંશોધન અને વૈજ્ઞાનિક સહકારને મળ્યો નવો વેગ, વૈશ્વિક સ્તરે આયુર્વેદના અધ્યયન અને સંશોધન માટે જામનગર બન્યું કેન્દ્રબિંદુ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ) એ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રનું સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો…