ગુજરાતના રસ્તાઓ ફરી એકવાર વરસાદમાં ધોવાઈ ગયા: તંત્ર સામે જનતાનો ફાટકો, મોરબીમાં સનાળા રોડ પર ચક્કાજામ
ગુજરાતમાં મોસમનો સામાન્ય વરસાદ પડતાં જ રાજ્યના અનેક શહેરોમાં રસ્તાઓ તૂટી પડ્યા છે. વરસાદ માત્ર ઝાકોળે તો પણ માર્ગવ્યવસ્થા ધોવાઈ જાય છે એ વાત હવે નવી રહી નથી. મોરબી, રાજકોટ, અમદાવાદ, ભરૂચ, સુરત, જામનગર, દ્વારકા, ભુજ અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદના પ્રથમ સ્પર્શે જ રસ્તાઓ ભંગાર બની ગયા છે. રસ્તાઓમાં પડેલા ખાડાઓએ વાહનચાલકોના જીવના જોખમ…