Samay Sandesh News
અન્ય

Election: ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન કરવા જાગૃત કર્યા ગ્રામ્યમાં 550 થી વધુ નાગરિકોએ અવસર રથની મુલાકાત લીધી

Election: ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન કરવા જાગૃત કર્યા ગ્રામ્યમાં 550 થી વધુ નાગરિકોએ અવસર રથની મુલાકાત લીધી: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨નું પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે યોજાનાર છે ત્યારે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે.


જે અન્વયે ગત ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૭માં જે વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકો ધરાવતા વિસ્તારમાં અવસર રથ દ્વારા ‘‘સ્વીપ’’(સીસ્ટમેટિક વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.


જે અનુસંધાને ગઈકાલે તા. ૦૮ નવેમ્બરના રોજ જેતપુર શહેર અને પ્રેમગઢ, પાંચ પીપળા, કેરાળી, જામકંડોરણા, અડવાળા, ચરલ, બરડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન કરવા અંગે જાગૃત કર્યા હતા. જેમાં ૫૫૦ થી વધુ નાગરિકોએ અવસર રથની મુલાકાત કરી મતદાન અંગે જાણકારી મેળવી હતી. જ્યારે આજરોજ અવસર રથ ધોરાજી ખાતે આવી પહોંચ્યો હતો. આ તકે ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારોમાં ફરીને આગામી ચૂંટણીમાં લોકો ઉત્સાહભેર મતદાન કરવા જોડાય તે માટે જાગૃતિ ફેલાવતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
લોકશાહીના આ અવસરે દરેક મતદાર ઉત્સાહસભર જોડાય તથા વંચિત મતદારોની સામેલગીરીથી મહત્તમ મતદાન થાય તે માટે ‘‘સ્વીપ’’ દ્વારા ખાસ પ્રયાસો હાથ ધરી લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Jamnagar: સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાઈ

samaysandeshnews

ગુજરાતની રૂપાણી સરકારે આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં કર્યો મોટો ઘટાડો, જાણો હવે કેટલા લેવાશે રૂપિયા?

cradmin

ક્રાઇમ: અર્ધ નગ્ન અને લોહીથી લથપથ 12 વર્ષની બાળકીએ બળાત્કાર કર્યા બાદ મદદ માંગી, ધક્કો મારીને ભગાડી ગયો

cradmin

Leave a Comment

error: Content is protected !!