Samay Sandesh News
indiaગુજરાતટોપ ન્યૂઝશહેર

Hit and Run : મહારાષ્ટ્રના નાસિકમાં ગઈરાત્રે બસમાં આગ લાગતાં 38 ઘાયલ અને 11 જીવતાં ભડથું થયા, ઘાયલોને મફત સારવાર અને મૃતક ના પરિવારને ૫ લાખ આપવાની જાહેરાત

Hit and Run : મહારાષ્ટ્રના નાસિકમાં ગઈરાત્રે બસમાં આગ લાગતાં 38 ઘાયલ અને 11 જીવતાં ભડથું થયા, ઘાયલોને મફત સારવાર અને મૃતક ના પરિવારને ૫ લાખ આપવાની જાહેરાત : આ અકસ્માતમાં બસમાં સવાર 11 લોકો જીવતા સળગી ગયા હતા. આ સિવાય 38 મુસાફર ઘાયલ થયા છે. બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી. આ અકસ્માત સવારે 4.30 વાગ્યે થયો હતો. કેટલાક મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

મહારાષ્ટ્રના નાસિકમાં ગઈરાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બસ અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેને કારણે બસની ડીઝલ ટાંકી ફાટી ગઈ હતી અને તેના આગળના ભાગમાં આગ લાગી હતી. જોતજોતાંમાં બસ 20 મિનિટમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

આ અકસ્માતમાં બસમાં સવાર 11 લોકો જીવતા સળગી ગયા હતા. આ સિવાય 38 મુસાફર ઘાયલ થયા છે. બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી. આ અકસ્માત સવારે 4.30 વાગ્યે થયો હતો. કેટલાક મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે. શિંદેએ કહ્યું- 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવશે.

 આ અકસ્માત નાસિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા પાસે થયો હતો. ચિંતામણિ ટ્રાવેલ્સની બસ હતી. એમાં 45-50 લોકો હતા. નાયબ પોલીસ કમિશનર અમોલ તાંબેએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા છે.

 

 

 

 

Related posts

હળવદ શહેરમાં ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ દ્વારા નિશુલ્ક ચકલીઘર અને પાણીના કુંડાઓનુ વિતરણ

samaysandeshnews

દિવાળી તહેવાર નિમિત્તે જામનગરવાસીઓને સલામતી અને સાવચેતી રાખવા તંત્રનો અનુરોધ

samaysandeshnews

પાટણ : અમદાવાદ ઘી-કાંટા કોર્ટ ના ભરપોષણના ગુન્હામાં સજા પામેલ અને પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ ફરારી કેદી ને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ

cradmin

Leave a Comment

error: Content is protected !!