Junagadh : SOGએ જૂનાગઢના ચોરવાડમાંથી ચરસનો 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો: જૂનાગઢ જિલ્લાના ચોરવાડ વિસ્તારમાંથી ચરસનો જથ્થો એસ.ઓ.જી એ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. જુનાગઢ એસ.ઓ.જી રેન્જના ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને જૂનાગઢ એસ.પી રવિ તેજા વાસમસેટ્ટીની સુચના તથા માર્ગદર્શનથી જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.)ની બદીને ડામવા અને સદંતર નેસ્તનાબુદ કરવા,
આવા ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેંચાણ કરતા શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના અપાઈ હતી. જેમાં જૂનાગઢ એસ.ઓ.જી.ના પીઆઈ એ.એમ.ગોહિલ અને પો.સ્ટાફના માણસોને સતત વોચમાં રખાતા જૂનાગઢ એલ.સી.બી.ના પીઆઈ એચ.આઇ. ભાટ્ટી, પીએસઆઈ જે.જે.ગઢવી અને એસ.ઓ.જી.પીઆઈ એ.એમ.ગોહિલનાઓને બાતમીદારોની ચોક્ક્સ બાતમી મળી હતી કે, “ કુકસવાડા ગામમાં રહેતો દિપક ભનજીભાઇ સોલંકી અને કેશોદ ગામમાં રહેતો શરદ મનસુખભાઇ ડાભી આ બંને શખ્સો ગડુથી ખોરાસા ગીર તરફ જતા રસ્તે પોત પોતાની મોટર સાયકલો લઇ નશીલા પદાર્થ નાર્કોટીક્સ (ચરસ) લેતી-દેતી કરવાના છે.”
બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા શખ્સોને ખોરસા રોડ પરથી ચરસના જથ્થો 3.147 કિ.ગ્રા. જેની કિ.રૂ 4 લાખ 72 હજાર 59 અને મોબાઇલ નંગ-2 કિ.રૂ. 10 હજાર તથા મોટર સાઇકલ.-2 કિ.રૂ.50 હજાર તેમજ રોકડ રૂ.50/- મળી કુલ કિ.રૂ. 5 લાખ 32 હજાર 100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કરી એસ.ઓ.જી.ના પીઆઈ. એ.એમ.ગોહિલ અને એ.એસ.આઇ પી.એમ.ભારાઇ, સામત બારીયા, તથા પો.હેડ કોન્સ. મજીદખાન પઠાણ, અનિરૂધ્ધસિંહ વાંક, રવિકુમાર ખેર, ભરતસિંહ સિંધવ, પરેશ ચાવડા, જયેશ બકોત્રા અને પો.કોન્સ, શૈલેન્દ્રસિંહ સીસોદીયા, વિશાલ ડાંગર વગેરે સ્ટાફ દ્વારા આરોપીઓને ઝડપી ચોરવાડ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એક્ટ અનુસાર ગુનો રજી. કરવામાં આવ્યો છે. તેમજ આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.