Samay Sandesh News
અન્યગુજરાતજામનગરટોપ ન્યૂઝરાજકારણશહેર

Ministry: જિલ્લા માહિતી કચેરી જામનગરનાં સહાયક અધિક્ષકશ્રી એસ.એન.જાડેજાને ભવ્ય નિવૃત્તિ વિદાયમાન અપાયું

Ministry: જિલ્લા માહિતી કચેરી જામનગરનાં સહાયક અધિક્ષકશ્રી એસ.એન.જાડેજાને ભવ્ય નિવૃત્તિ વિદાયમાન અપાયું: જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે ફરજ બજાવતા સહાયક અધિક્ષક શ્રી એસ.એન.જાડેજા સેવા નિવૃત થતા તેઓને ભવ્ય વિદાયમાન અપાયું હતું. શ્રી જાડેજાએ માહિતી ખાતામાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ 37 વર્ષ ફરજો બજાવી હતી જેમાં 25 વર્ષથી વધુ સમયગાળાની દીર્ઘકાલીન સેવાઓ તેઓએ જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે આપી હતી. શ્રી જાડેજાએ આ પ્રસંગે કારકીર્દીના જુના અનુભવો વાગોળ્યા હતા તેમજ ખંતથી માહિતી કચેરીમાં કરેલ તમામ પ્રકારની કામગીરીને ઇ.નાયબ માહિતી નિયામકશ્રી એચ.પી.ગોઝારીયાએ બીરદાવી હતી.

શ્રી જાડેજાની વિદાય સંમારભ વેળાએ ખુબ જ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. આજીવન કરેલી કર્મનિષ્ઠાનું ફળ કેવુ હોય, સ્વભાવ, વલણ અને સ્નેહના તાંતણે બંધાયેલા સંબધોની સુગંધ કેવી હોય એ આજે ચરિતાર્થ થયું હતું.

આ તકે ટેકનીકલ આસિસ્ટન્ટ વાય.આર.વ્યાસ, સિનિયર સબ એડિટર પારૂલ કાનગળ, માહિતી મદદનિશ વિરેન્દ્રસિંહ પરમાર, માહિતી મદદનિશ જલકૃતિ મહેતા, કેમેરામેન અનવર સોઢા તથા ગજેન્દ્રસિંહ જાડેજા, દ્રષ્ટિ જોશી, અશ્વિનભાઈ રાઠોડ, અમિત ચંદ્રવાડિયા, સાવન રાડીયા, જયમેશ ગોપીયાણી, નિકુંજ જોશી, ભરત કચોટ, અનિલ વારોતરિયા વગેરેએ ઉપસ્થિત રહી એસ.એન.જાડેજાને શાલ, શ્રીફળ-પડો તેમજ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા અને સુખી નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા

samaysandeshnews

જામનગર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો

samaysandeshnews

Sebi : ડીમેટ એકાઉન્ટ ધારકો માટે દયાનમાં રાખવા જેવી વાત પાન કાર્ડ અને આધાર લિંક થી ટ્રેડિંગ-ડીમેટ એકાઉન્ટ સુધી નોમિનીનું નામ દાખલ કરવું ફરજિયાત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!