ટેકનોલોજી: સરકારી વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા “ઈ-સરકાર” એપ્લિકેશન ૨૫ ડિસેમ્બરથી સંપૂર્ણપણે અમલી બનશે: સરકારશ્રીના વહીવટી કાર્યોમાં સરળતા લાવવાના પ્રયાસનાં ભાગરૂપે
રાજ્યના વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા સરકારશ્રી દ્વારા “ઈ-સરકાર” એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૫ થી ઇન્ટિગ્રેટેડ વર્ક ફ્લો એન્ડ ડોક્યુમેન્ટ મેનજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનથી વહીવટી પ્રક્રિયા કરવામાં આવતી હતી, જેમાં હવે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરીને ઈ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે.આ એપ્લિકેશન વિશે વધુ વિગતો આપતાં જિલ્લા વિકાસ અધિકારશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, આપણાં દુરંદેશી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને પરિપૂર્ણ કરવા તથા રાજ્યમાં વહીવટી પ્રક્રિયાઓ ઝડપી અને સરળ બનાવવાની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્યપ્રણાલીને સંપૂર્ણપણે પેપરલેસ કરવા “ઈ-સરકાર” એપ્લિકેશન શરૂ
Read more:- રાજકોટમાં કામ કરવા આવેલ પરિવારની તરુણીને પાંચ શખ્શો બાઇકમાં ઉઠાવી ગયા: પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ…
કરવામાં આવી છે. જેનો અમલ ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ એટલે કે ૨૫ ડીસેમ્બર, ૨૦૨૨થી સંપૂર્ણપણે અમલ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના તમામ તાલુકા, જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ, કલાર્કની તાલીમનું આયોજન જિલ્લા પંચાયત કચેરી રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારી વહિવટી પ્રક્રીયા સુચારૂ રીતે થઈ શકે તે માટે તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, ચીટનીશ, નાયબ ચીટનીશ સહિતના અંદાજિત ૧૭૦થી વધુ અધિકારીઓને ડિસ્ટ્રિક્ટ લેવલ એક્ઝિક્યુટિવશ્રી વિરમદેવસિંહ ગોહિલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ પોર્ટલ સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, કલેક્ટર કચેરી, ડી.ડી.ઓ. કચેરી સહિતની જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી કાર્યરત થશે. આરટીઆઈ અરજી, લોક ફરિયાદ, નાગરિકલક્ષી સેવાઓનો લાભ આ પોર્ટલ હેઠળ નાગરિકોને મળી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Clik