જામનગર : ધ્રોલના ભુચરમોરીના શહિદવન મુકામે 45 મિનિટની યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઇ
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે જામનગરના ઐતિહાસિક સ્થળો ઉપર યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરો શરૂ કરાઇ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર તા.10 મે, તા.21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દીવસ હોય જેની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાના ઐતિહાસિક સ્થળો ઉપર યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે.
ગત તા.8 મે ના રોજ ધ્રોલ તાલુકાના ભૂચર મોરીના શહિદવન મુકામે 45 મિનિટની યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તાલીમ લીધી હતી અને યોગ કર્યા હતા.
આ શિબિરમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ પોલુભા , જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડીડી જીવાણી, મહામંત્રીશ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરો, આ કાર્યક્રમના જામનગર જિલ્લાના ઓડીટર પ્રીતિબેન શુક્લ, તેમની ટીમ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.