જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યસનમુક્તિના સંદેશા સાથે સાઈકલ રેલીનું આયોજન કરાયું: જામનગર તા.૦૪ ઓક્ટોબર, દર વર્ષની માફક આ વર્ષે પણ પુજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૩ થી તા.૮/૧૦/૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન સરકાર દ્વારા હાથ ધરાયેલ છે.જે અંતર્ગત જામનગર જિલ્લામાં પણ નશાબંધી અને આબકારી કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે.

જેનાં ભાગરૂપે ટાઉન હોલ, જામનગર ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટનનો કાર્યક્રમ રાખવા આવેલ. જે કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ ત્યા આવેલ પુજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતીમાને સુતરની આંટી અર્પીત કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ.ધારાસભ્યશ્રી દ્વારા નશાબંધી અને આબકારી ખાતાને વ્યસનમુક્તિના કાર્યક્રમ બદલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
અને આ નશાબંધી સપ્તાહ સફળ થાય તે માટે શુભેચ્છા પાઠવેલ હતી. અને ગુજરાતના નવયુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરી હતી. ત્યાર બાદ જામનગર સાયક્લિંગ ક્લબ અને ગાયત્રી શક્તિપીઠ પરીવાર દ્વારા સાયકલ રેલી તેમજ વ્યસનમુક્તિ રથને લીલી ઝંડી આપી સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રીએ પ્રસ્થાન કરાવેલ હતુ. આ સાયકલ રેલી નશાબંધી અંગેના સુત્રોચ્ચાર તથા
વ્યસનમુક્તિ પ્લેબોર્ડ સાથે શહેરના લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, એસ.ટી ડેપો, જોલી બંગલા રોડ વગેરે સ્થળોએ ફરી વળી હતી. આ કાર્યક્રમનું આયોજન નશાબંધી અને આબકારી નિયામકશ્રી એલ.એમ.ડિંડોરના માર્ગદર્શન હેઠળ નશાબંધી અને આબકારી અધિક્ષક જામનગર શ્રી સહદેવસિંહ વાળા તેમજ સ્ટાફ દ્વારા કરવામા આવેલ હતું. ઉદ્ધાટન
સમારોહમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયરશ્રી સોઢા ક્રિષ્નાબેન, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના દંડક શ્રી કેતનભાઈ નાખવા તેમજ જિલ્લાના કોર્પોરેટરશ્રીઓ સહીત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.