Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

   જામનગર : અલિયાબાડા બી.એડ કોલેજમાં કેમ્પસ જોબ પ્લેસમેન્ટ ફેર યોજાયો.

    જામનગર : વિવિધ વિષયો માટે 50 ઉમેદવારોની પસંદગી કરાઇ

અલિયાબાડા બી.એડ કોલેજમાં કેમ્પસ જોબ પ્લેસમેન્ટ ફેર યોજાયો
જામનગર

           જામનગર તા.24 માર્ચ, ગંગાજળા વિધામંડળ સંચાલિત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિધાલય,અલીયાબાડા ખાતે તા. ૨૧/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૯:૦૦ કલાકે કેમ્પસ જોબ પ્લેસમેન્ટ ફેર (ભરતી મેળા) નું આયોજન કરવામાં આવેલ હતું.

આ જોબ પ્લેસમેન્ટમાં છેલ્લા 5 વર્ષના અને હાલમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ૧૧૦ શિક્ષક ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૧૫ થી વધારે સંસ્થાના ૩૫થી વધુ નોકરી દાતા હાજર રહ્યાં હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિવિધ વિષયની ૮૫ જગ્યા પર ઉમેદવારોના ઈન્ટરવ્યું લઈને ૫૦ જેટલા ઉમેદવારોની (ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૂત ) વગેરે જેવા વિષયોમાં પસંદગી કરવામાં આવેલ હતી.

અલિયાબાડા બી.એડ કોલેજમાં કેમ્પસ
અલિયાબાડા બી.એડ કોલેજમાં કેમ્પસ

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના,દીપ પ્રાગટ્યથી શરૂ કરવામાં આવેલ હતી. કાર્યક્રમના અધ્યક્ષ શ્રીઆશર દ્વારા દરેક શાળાનો આવકાર પરિચય આપવામાં હતો. મહાવિધાલયના પ્રન્સિપાલશ્રી ડો.રૂપલબેન માંકડ દ્રારા સંસ્થા પરિચય અને પ્લેસમેન્ટની ભૂમિકા રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્ણ સંચાલન કરનાર પ્લેસમેન્ટ ઓફીસર ડો.જીજ્ઞેશ એચ.લીમ્બાચીયાએ પોતાના મહતમ પ્રયાસ કરી મહાવિધાલયની નામના વધારવા બદલ આચાર્યશ્રી અને ટ્સ્ટ્રીશ્રી દ્વારા બિરદાવ્યા હતાં.

 

વિવિધ વિષયો માટે 50 ઉમેદવારોની પસંદગી કરાઇ

આ ભરતી મેળામાં વિધામંડળના મેનેજીગ ટ્ર્સ્ટ્રીશ્રી દિલીપભાઇ આશર, કોલેજના પ્રિન્સીપાલશ્રી-ડો.રૂપલબેન માંકડ ,પ્લેસમેન્ટ ઓફિસરશ્રી ડો.જીજ્ઞેશ લીમ્બાચીયા, મદદનિશ પ્રાધ્યાપક ડો.આશાબેન પટેલ, મદદનિશ પ્રાધ્યાપક ડો.પ્રશાંત ચૌહાણ, મદદનીશ પ્રાધ્યાપક ડો.નિધિબેન અગ્રાવત તેમજ જામનગર,દ્રારકા,રાજકોટ, જેવા જિલ્લા માંથી ઇન્ટરવ્યુ લેવામાટે વિવિધ શાળાઓમાંથી આચાર્યશ્રીઓ, કેમ્પસ ડાયરેકરશ્રીઓ, સીઇઓ, વિષય નિષ્ણાંતો ,સિનિયર સુપરવાઈઝશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Technology: કોણ IP એડ્રેસ ધરાવે છે અને તેનું સંચાલન કોણ કરે છે ?

samaysandeshnews

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મૃગેશ શર્માનું અંગદાન

samaysandeshnews

જામનગર નજીક ના સિક્કાના દરિયામાં લાંગરેલી શિપમાં વિદેશી નાગરિક નું કોરોનાથી મૃત્યુ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!