ગુજરાત: જીવ જોખમમાં મૂકીને અજગરનું કર્યું રેસ્ક્યુ, ફોરેસ્ટ વિભાગની કામગીરી કરી એક આમ નાગરિકે: જામજોધપુરના સંગચિરોડા ગામે ખોડીયાર માતાજીના મંદિરે અજગર ઘૂમરે ચડ્યું. જામજોધપુર ના સડોદર ખાતે ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી હતી છતાં પણ ના પોચી સક્યા ફોરેસ્ટ વિભાગના કર્મચારી ! ફોરેસ્ટ વિભાગની કામગીરી શોભાના ગાઠીયા સમાન ? તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે.

જામજોધપુરના સંગચીરોડા ગામે ખોડીયાર માતાજીના મંદિર ની અંદર પ્રવેશ કરીને અજગર ખૂંખાર થયું હતું,
પૂજારી તથા ગ્રામજનોએ ભેગા થઈને જામજોધપુર ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવામાં આવી હતી ?
પણ ફોરેસ્ટ વિભાગની કામગીરી એક આમ નાગરિકે કરવી પડી, જામજોધપુર તાલુકાના સમાણા ગામે રહેતા એક સર્પ મિત્ર દીપ કુમાર અગ્રાવતે આવીને જીવ જોખમ માં મૂકી ને કડી મહેનતે અજગરને પ્લાસ્ટિક ની બાચકી માં પકડીને ગ્રામજનો તથા પૂજારીને માહિતગાર કર્યા હતા. અજગર ને રેસ્ક્યુ કરતી વખતે કઈ અણબનાવ બને તો જવાબદાર કોણ ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
જંગલ વિસ્તારમાં થી અજગર સંગ ચિરોડ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે પહોંચી ગયો. અજગરને મંદિરના પરિસર માં જોઈને
ગ્રામ્યજનો ચોંકી ગયા. જો કે, પશુપ્રેમીઓ દ્વારા સૂચના આપ્યા બાદ આમ નાગરિક દીપ કુમાર અગ્રાવત દ્વારા અજગર ને રેસ્ક્યૂ
કરી લેવામાં આવ્યો હતો. ત્યાં રહેનારા લોકો પણ આ વાતથી ચોંકી ગયા કે અજગર મંદિર સુધી પહોંચ્યો પણ સારું થયું પૂજારી ને
નુકશાન ના પહોંચાડ્યું. “એ સારી વાત છે કે અજગરને જોયા બાદ કોઈએ પણ તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન ન કર્યો.
READ MORE: સુરત શહેરને સાયબર સેફ કરવાનો નિર્ધાર પોલિસે લીધો…
વન્યજીવ જાગૃકતાને કારણે લોકોને એહસાસ થયો કે અજગર કે સાપ ને ઈજા પહોંચાડવી કે મારવું ગેરકાયદેસર છે.”
વન્યજીવ પ્રેમી દીપ કુમાર અગ્રાવતે કહ્યું કે વરસાદ દરમિયાન, અજગરો અને અન્ય સરીસૃપ પ્રજાતિઓના પ્રાકૃતિક રહેવાસોમાં

ઘણીવાર પૂર આવી જાય છે, જેથી તેમને ઊંચા સ્થળોને શોધવા માટે મજબૂર થવું પડે છે. આ સિવાય, ભારતીય રૉક અજગર
જંગલી વિસ્તારોમાં પોતાની ઉલ્લેખનીય ચડવાની ક્ષમતા વધારે હોય છે. અજગર નું રેસ્ક્યુ કર્યા બાદ મંદિરના પૂજારી અને
ગ્રામ્યજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, દીપકુમાર અગ્રાવત દ્વારા અજગરને રેસ્ક્યુ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગની કચેરી સડોદર
ખાતે અજગરને ફોરેસ્ટ વિભાગના અધિકારીને સોંપી દેવામાં આવ્યો હતો.