જામનગર : મહિલા કોલેજ કેમ્પસ ખાતે નિઃશુલ્ક ધ્યાન શિબિરનું આયોજન કરાયું
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગ પરિવારના સંયુક્ત ઉપક્રમે શહેરના મહિલા કોલેજ કેમ્પસ ખાતે એક દિવસીય નિશુલ્ક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ ઉપસ્થિત રહી સમુહ ધ્યાનનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ શિબિરમાં મહિલા કોલેજના ડાયરેક્ટર શ્રી હંસાબેન શેઠ, કોર્પોરેટર શ્રી પરાગભાઈ પટેલ તથા ડિમ્પલબેન રાવલ, નિશાબેન અસવાર, વિઝન ક્લબ પ્રેસિડેન્ટ મિતા દોશી, સમાજસેવી વ્રજલતાબેન વ્યાસ વગેરેએ ઉપસ્થિત રહી યોગ સાધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ શિબિરનું આયોજન જિલ્લા રમત રમત અધિકારી શ્રી રાવલિયા, શ્રી વાળા તથા તેમની ટીમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મનપાના કોર્ડીનેટર રાજેશ્રી પટેલ, યોગ કોચ હર્ષિતા મહેતા, નીરજ શુકલા તથા ટ્રેનરોના સંકલનથી કરવામાં આવ્યું હતું.